કોળી પરિવાર

Just another WordPress.com site

કારકીર્દી માર્ગદર્શન અંગે…

નમસ્તે મિત્રો,

હાલમા ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨ ની પરીક્ષાઓ ચાલી રહી છે. આપણાપરિવારમાથી પણ ઘણા મિત્રોનાં નાના ભાઈ-બહેન પરીક્ષા આપતા હશે. સૌ પ્રથમ તો દરેક મિત્રને એડવાન્સમા અભિનંદન… (!)

પરંતુ મુખ્ય પ્રશ્ન ” આગળ શુ કરવુ? ” એવો દરેક વાલી-વિધ્યાર્થીના મનમાં ઉદભવે એ સ્વાભાવિક છે. પરીક્ષાઓના પરિણામ આવ્યા પછી ક્યા પ્રવાહમા, ક્યા કોર્ષમાં, કઈ કોલેજમાં આગળ પ્રવેશ લેવો એ રહે છે. આપણે જોઈએ જ છે કે આપણી આજુ બાજુ ઘણા એવા બનાવ બને છે કે યોગ્ય માર્ગદર્શનના અભાવે ઘણી વાર ખોટા નિર્ણય લેવાના પરિણામ રુપે વિધ્યાર્થીની કારગિર્દી ઉપર પ્રશ્નાર્થ થઈ જાય છે. વાલીઓના મનમા ઘણા પ્રશ્નો ઉદભવે છે.આ ડોક્યુમેન્ટ બનાવવાનો હેતુ બસ એ જ કે શક્ય એટલા પ્રશ્નોનુ આપણા ગ્રુપમા રહેલા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત મિત્રો પાસેથી જરુરીયાત વ્યક્તી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે જેમ કે,

–> ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨ પછી શુ?

–> વ્યવસાયિક અભ્યાસક્રમોના પ્રવેશ માટે વિવિધ Entrance Exam માટે શુ કરવુ ?

–> કોમ્પીટીટીવ પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની મુંઝવણ

–> ક્યા પ્રવાહમાં એડમીશન લેવુ ?

–> હાલ ક્યા કોર્ષની માંગ સારી છે?

–> ભવિષ્યમા ક્યા કોર્ષની માંગ સારી રહેશે ?

–> કઈ કોલેજ સારી ?

–> રીઝલ્ટ આવ્યા પછી ક્યા ક્યા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા?

–> કદાચ રીઝલ્ટ નબળુ આવે અને ફરજીયાત પણે સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં એડમીશન લેવુ પડે તો આર્થીક રીતે કેટલુ તૈયાર રહેવુ ?

–> વિદેશ અભ્યાસ કરવા માટે ક્યો દેશ પસંદ કરવો ? ખર્ચ કેટલો થઈ શકે ?

–> વિદેશ અભ્યાસ માટે કઈ કઈ પરીક્ષાઓ પાસ કરવી પડે?

વિગેરે વિગેરે…

મિત્રો, કોર્ષ પસંદગી એ વિધ્યાર્થીના ઘડતરનો પાયો છે. ઘણી વાર દેખા-દેખીથી અથવા મિત્રોથી પ્રેરાઈને ખોટા કોર્ષમા એડમીશન લેતા એવુ બને છે કે એ કોર્ષ ન ફાવવાને લીધે વિધ્યાર્થી ધાર્યુ રીઝલ્ટ લાવી શકતો નથી. ઘણા ખરા કેસમા માતા-પિતા દ્વારા વિધ્યાર્થીને અમુક કોર્ષમા જ એડમીશન લેવડાવવુ એમ જાણે દ્રઢ નિશ્ચય કર્યો હોય એવી વિચારસરણી કારણભુત છે. દા.ત., ફલાણા ભાઈના છોકરા/છોકરીએ કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં એડમીશન લીધુ છે એટલે આપણે પણ આપણા બાળકને એ શાખામા જ પ્રવેશ લેવાનો છે..!! જ્યારે એ બાળકને કોમ્યુટરમા જરા પણ Interest જ નથી તો એ વ્યક્તીને એ ફિલ્ડમા એડમીશન લેવડાવવુ એ યોગ્ય નથી. મે મારી એન્જીનીયરીંગના ભણતર દરમ્યાન એવા ઘણા કિસ્સા જોયા છે કે અને આપ પણ જોતા જ હશો કે આ રીતે ખોટી રીતે પ્રેરાઈને આવેલા વિધ્યાર્થીઓ આખરે સફળ જતા નથી. વિધ્યાર્થીને જે વિષયમા રસ હોય એનુ મગજ જે કોર્ષ પ્રત્યે આકર્ષાતુ હોય એ કોર્ષમા જ એડમીશન લેવડાવવુ હિતાવહ. (આ માટે બોલીવુડ નુ ફિલ્મ Tare Zamin Par શ્રેષ્ઠ ઉદાહરણ છે જો ન જોયુ હોય એવા વાલીઓને વિનંતી કે અચુક જોવે.)

આ અંગે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે એક ખુબ જ અગત્યની લગભગ બધા મુખ્ય અભ્યાસક્રમોને આવરી લેતી એક માહિતી પુસ્તીકા ”કારકિદી માર્ગદર્શન” પ્રકાશીત કરવામા આવે છે. એ પુસ્તક ફ્રી મા ડાઉનલોડ નીચેની લીંક દ્વારા થઈ શકશે.
http://gujaratinformation.net/showpage.aspx?contentid=33

અંતમા મારી વાત કરુ તો એન્જીનીયરીંગના વિવિધ કોર્ષમાં અભ્યાસ અંગે તેમજ હાલ હુ કેનેડા હોઈ વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા આવવા માગતા વિધ્યાર્થીઓને હુ માર્ગદર્શન આપી શકીશ. આપણા ગ્રુપમા રહેલા મિત્રોને નમ્ર વિનંતી કે આપના ક્ષેત્રનો પ્રશ્ન હોય તો પુછનાર વ્યક્તીને માર્ગદર્શન આપી મદદરુપ બને.

ખાસનોંધ: વધુ પ્રશ્નોતરી તેમજ જ્ઞાતિની વિવિધ એક્ટીવીટીથી વાકેફ રહેવા માટે આપણા ફેસબુક ગ્રુપની મુકાલાત લેવી.
આ રહી લીંક : https://www.facebook.com/groups/koliparivar/

– પ્રતીક ઝોરા
zora_pratik@yahoo.com
(16 March 2012, Friday)

Advertisements

નગ્ન સત્ય…!

ઘણી જગ્યાએ જોયુ છે કે આપણા સમાજની વસ્તી ધરાવતા ઘેડ પંથકના મોટાભાગના ગામડાઓમા લોકોને પોતાના શૌચાલયો નથી. ઘરમા યુવાન સ્ત્રીથી માંડીને અન્ય વ્યક્તિઓએ કુદરતી હાજતે બહાર જાવુ પડે છે. એ ખુબ ક દુ:ખદ બાબત છે. આપણા સમાજની મોટાભાગના લોકોની એક વિચારસરણી એવી છે કે કોઇ ધાર્મિક કાર્ય કરવા માટે હોશે હોશે આર્થીક મદદ કરવા આગળ આવે છે. પરંતુ જ્યારે કોઇ જ્ઞાતીના વિકાસના કાર્ય કરવાની વાત આવે ત્યારે આર્થીક સહયોગ મળતો નથી જ્યારે આર્થીક સહયોગ વગર કશુ કાર્ય પાર પાડવુ શક્ય નથી.

”અવાર નવાર નવા નવા રામાપીરના અને માતાજીના મંદિરની સ્થાપના કરવા કરતા જાહેર શૌચાલયો બનાવવા જરુરી.”

જે જ્ઞાતિ/પરિવાર/વ્યક્તી દરેક માટે જરુરી.

અવાર નવાર ”જય કોળી સમાજ” ના નારા લગાવવાથી કે વાહનો પાછળ ”કોળી”/”સુર્યવંશી” લખવાથી જ્ઞાતિનો વિકાસ ન થાય. યોગ્ય સમજણ શક્તીથી કામ લેવાથી વિકાસ થાય. બીજી વિકસીત જ્ઞાતીઓ જન્મજાત વિકસીત નથી બની. સમય સાથે તાલ મિલાવીને સમજણ પુર્વક કાર્ય દ્વારા વિકાસ થયો છે.

દુનિયાની તેજ ગતિથી વધતી અર્થવ્યવસ્થાઓ પૈકીની એક આપણી અર્થવ્યવસ્થાની આ પણ એક નગ્ન સત્ય રજુ કરતી તસ્વીર છે….(Photo Source and Last Two Lines by : હિમ્મતરાય પટેલ)

જાફરાબાદ તાલુકામાં શાળા ગુણોત્સવ -૨૦૧૧ યોજાયો.

જાગૃતતા અને સમજણ શક્તિનો અભાવ એટલે – ” અંધશ્રધ્ધા ”

આપણા સમાજમા વ્યસન પછીનુ સૌથી મોટુ કોઈ દુષણ હોય તો એ છે ‘અંધશ્રધ્ધા’ અંધશ્રધ્ધા વતા ઓછા પ્રમાણમા લગભગ દરેક વ્યક્તિમા જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે ઘણા શિક્ષીત લોકો પણ આવી વાહિયાત બાબતોમા માને છે. પોતાના મનથી સમજવાની અને વિચારવાની શક્તિ ગુમાવે છે ત્યારે વ્યક્તી આવી વાયકાઓનો આશરો લે છે.

થોડી અંધશ્રધ્ધા વિષે ચર્ચા કરીએ તો,

ચોઘડીયા જોઇ ને કામ સફળ જાતા હોય તો લોકો મહેનત કરવાનુ છોડી ન દેત? પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. દિવાળીના દિવસે મોટા ઉપાડે ઘણા ચોપડા પુજન કરતા હોય છે પરંતુ એ ચોપડામા કેટલા હિસાબ સાચા છે અને કેટલા ખોટા એ વ્યક્તી પોતાને જ ખબર હોય છે.
—> પોતાના પિતાનુ ઓપરેશન હોય ત્યારે એ ડોક્ટરને ચોઘડીયા જોઈને ઓપરેશન કરવાનુ કહે છે? કે સાહેબ શુભ ચોઘડીયુ હોય તો જ ઓપરેશન કરજો નહિતર રહેવા દેજો..!!

ડાબો હાથ અપશુકનીયાળ-જમણો હાથ શુકનીયાળ, ડાબી આંખ ફફડે તો શુકન થાય, જમણી ફફડે તો અપશકુન થાય, છીક એકી સંખ્યામા આવે તો શુકન થાય, બેકી સંખ્યામા આવે તો અપશકુન… આવી હજારો માન્યતાઓ અને અંધશ્રધ્ધામા જીવતો માનવી પોતાના મનથી વિચારવાની શક્તિ ગુમાવી બેસે છે. તેમે પોતાના કર્યો કરતા આવી માન્યતાઓ પર વધારે વિશ્વાસ હોય છે.
—> જો ડાબો હાથ અપશુકનીયાળ હોય તો ડોક્ટર પાસે જઈને એને કપાવી નાખવો જોઈએ અપશુકન ભેગુ લઈને થોડુ ફરાય ?

ધણા લોકો રસ્તામા બીલાડી આડી પડે તો વાહન થોડી વાર રોકે છે કારણ કે બીલાડી આડી પડવી એ એમના મત મુજબ અપશુકન છે…!!
—> ઘરના કોઇ સભ્ય ઈમરજન્સીમા સારવાર માટે એમ્બ્યુલન્સમા લઈ જાતા હોય ત્યારે પણ એ વ્યક્તી એમ્બુલન્સને રોકાવશે ? કદાપી નહી..! ત્યારે રોકાવે તો ઓલા ના રામ રમી જાય…! પ્રાણીઓ ને શુકન-અપશુકન સાથે સાંકળવાની વાયકાઓ વર્ષોથી આપણે ત્યા ચાલતી આવે છે આવુ જ ધુવડ, કાગડો વગેરે બોલે એટલે અપશુકન થાય એવુ માની લેવામા આવે છે. આજ રીતે સાપને માથા પર મણી હોય છે, સાપ દુધ પીવે છે. સાપને મુછ હોય છે, શેષનાગનુ અસ્તિત્વ હોય છે વગેરે સર્પ વિષે ઘણી ગેરમાન્યતાઓ છે એનો આર્ટીકલ થોડા સમયમા વિગતવાર પોસ્ટ કરીશ.

હજી પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમા કોઈના મરણ સમાચારની માહિતી આપતી ”અશુભ” લખેલી પત્રિકા ને ધરની બહાર જ રાખવાની પ્રથા છે.
—> હવે આ પત્રીકાનુ આધુનીકરણ થઈ SMS એ લઈ લીધુ છે.કોઈના મરણ ના સમાચારનો SMS કે Call આવે ત્યારે મોબાઈલ ફોન કેમ ઘરની બહાર નથી મુકી આવતા?

ગ્રહણ એક ખગોળીય ઘટના છે. એને અંધશ્રધ્ધા સાથે જોડી ઘણા લોકો ગ્રહણ થાય એટલે પાણીના માટલા ઉંધા વાળી બહાર ગામને ચોરે મુકાતા આવે છે, સાવરણી વગેરે ને પનોતી સમજી ત્યાગ કરે છે.
—> આ લોકો રસોડામા રહેલા તેલ-ઘીના ડબરા કેમ ઉંધા વાળતા નથી? ગ્રહણની અસર જો પાણીમા થાય તો ધી મા અને તેલમાં પણ થાય જ કે નહી ?

ઘણા લોકો ૧૩ ના આંકડાને અપશુકનીયાળ માને છે. વાહનોના નંબરનો સરવાળો ૧૩ થતો હોય તો એ વાહનો લેવાનુ ટાળે છે. આ મુર્ખામી ભરી વાત છે.
—> ૧૩નો આકંડો વાહનોની નંબર પ્લેટમા હોય તો એક્સીડન્ટની શક્યતા રહે એવુ માનતા લોકો ૧૩ તારીખે જ પોતાનુ એક્સીડન્ટ થાય ત્યારે દવાખાને કેમ દોડે છે? પોતાને દવાખાને પહોચાડતી એમ્બુલન્સનો નંબર કદાચ ૧૩ હોય તો પણ એને વાંધો હોતો નથી…!! પરીક્ષામા સીટ નંબર ૧૩ આવે ત્યારે કેમ પરીક્ષા આપવાનુ ટાળતા નથી? માની લ્યો કે ૧૩ નો આંકડો ખરેખર અપશુકનીયાળ હોય છે તો તો ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લામા R.T.O. પાસીંગની સીરીઝ GJ-13 થી ચાલુ થાય છે ત્યા એક્સીડન્ટ મોટા પ્રમાણમા થવા જોઈએ કે નઈ…?

આસ્તિક ભારતીયો ભલે ગમે તેટલું ભણે કે ગણે..તે પોતાની ધાર્મિકતા નું પ્રદર્શન કોઈ ને કોઈ રીતે કરવા માં પાછળ નથી હટતા .અને આવું કરવા માં જ તે ગર્વ અનુભવે છે. “એક ખેડુત પોતાની વાડીમાં લીંબુ અને મરચાંની ખેતી કરે છે. એમ. એસ. સી. થયેલા એ ખેડુતે એની વાડીના ઝાંપે લીંબુ અને મરચું લટકાવ્યું છે. બોલો શું કહેવું છે…? લીંબુ અને મરચાંની આખેઆખી વાડીને ઝાંપે પણ લીંબુ અને મરચું…??? !!! (ભીમની સુરક્ષા માટે બોડી ગાર્ડ ગોઠવવા જેવી આ વાત થઈ કે નહીં ?)”

– પ્રતીક ઝોરા
વધુ આવતા આર્ટીકલમા….

દિવાળીના પર્વની તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ…

નમસ્તે દોસ્તો…!!

તહેવાર આપણા જીવન માં નવો આનંદ, એક અનેરો ઉત્સાહ ભરી દેતી ખુશીઓ લાવે છે
એકબીજા પ્રત્યે આદર ભાવ કેળવી વેર-ઝેર , મતભેદો બધુ ભુલી ને ગળે લગાડીયે અને ખુશીઓ ની ઉજવણી કરીયે

કોળી પરિવાર
સર્વે દોસ્તો , ભાઇ-બહેનો , અને વડીલ મહોદયો ને શુભેચ્છાઓ પાઠવે છે …

ધનધાન્ય, સુખ , શાંતિ , સુખી આરોગ્ય , યશ અને કલ્યાણકારી વિચારો ની સમૃધ્ધિ થાય
અને સાચા અર્થ માં જીવન માં નવો પ્રકાશ દીપી ઉઠે એવી મંગલકામનાઓ સહ આવનારુ નવ-વર્ષ ઉત્તરોતર પ્રગતી નાં પંથે નવા શિખરો સર કરનારુ બને એવી અત:કરણ પુર્વક પરમ કૃપાળું પરમેશ્વર ને પ્રાથના …!!!

-પ્રતીક ઝોરા
(કોળી પરિવાર બ્લોગ વતી…)

બગદાણા ગામ તેમજ ગુજરાત કોળી સમાજનુ ગૌરવ

બગદાણા ગામ તેમજ ગુજરાત કોળી સમાજનુ ગૌરવ:

બગદાણા ગામના બન્ને સગા ભાઈઓ શિયાળ અશ્વિનકુમાર ભોળાભાઈ તેમજ શિયાળ મહેશકુમાર ભોળાભાઈ ભારતીય નૌકાદળ (INDIAN NAVY) મા સિલેક્ટ થયા જે ખુબજ ગૌરવ વધારે એવી બાબત છે. સમગ્ર કોળી પરિવાર તરફથી શુભેચ્છઓ.

વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ?

વાસ્તુશાસ્ત્ર એ છેલ્લા બે દાયકામાં અને ખાસ કરીને શહેરોમાં ઝડપથી ફેલાઈ રહેલું સામાજીક દુષણ છે. જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ જેવા કહેવાતા શાસ્ત્રો ભોળા, લાચાર અને નબળાં મનવાળા લોકોને અવળે માર્ગે દોરે છે. સમસ્યાગ્રસ્ત, ગરજવાન અને અંધશ્રદ્ધાળુ માણસનું મગજ ભાગ્યે જ ઠેકાણે હોય અને તેનો ગેરલાભ ઉઠાવવામાં ધતીંગશાસ્ત્રીઓ નીષ્ણાત હોય છે ! લોકો પણ છેતરાવા માટે હંમેશાં ખડેપગે રહેતા હોય ત્યાં, લેભાગુઓને પોતાનો છેતરપીંડીનો વ્યવસાય વીકસાવવામાં ખાસ કશી તકલીફ નથી પડતી !

વાસ્તુશાસ્ત્રના નીષ્ણાતો આપણી આફતો, મુશ્કેલીઓ અને ઉપાધીઓ દુર કરવા માટે મકાનોમાં તોડફોડ અને ફેરફારો કરાવે છે. તેનાથી લાભ તો કશો થતો નથી, ઉપરથી વધારાની એક આર્થીક આફત આવી પડે છે ! વાસ્તુશાસ્ત્ર મુળે તો સ્થાપત્યશાસ્ત્ર છે. એમાં રહેલી શીલ્પકલા સામે કોઈને કશો વાંધો ન હોઈ શકે; પરંતુ કેટલાક લેભાગુ વાસ્તુશાસ્ત્રીઓ પોતાનું પેટ ભરવા ભોળા-અજ્ઞાની લોકોને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવાનો ધંધો કરે છે. વાસ્તુશાસ્ત્ર માણસને નીષ્ક્રીય, પુરુષાર્થહીન અને આળસુ બનવામાં મદદ કરે છે ! અને વળી, આપણી નીર્ણયશક્તી, આત્મવીશ્વાસ અને બુદ્ધીપ્રતીભાને પાંગળી બનાવવા બદલ આપણી પાસેથી ફી પણ વસુલે !

વાસ્તુશાસ્ત્રનો મુખ્ય આધાર જ દીશાઓ છે. દીશાઓ તો કલ્પીત અને સ્થળસાપેક્ષ છે. બ્રહ્માંડમાં કોઈ દીશા જ નથી. પૃથ્વી ગોળ છે, એટલે ક્ષીતીજ પણ ગોળ જ છે. માત્ર સુર્યોદય અને સુર્યાસ્તને કારણે જ માણસને દીશાની કલ્પના આવી. માણસે ચાર દીશા કલ્પી, એટલે ચાર ખુણા પણ થયા. વીજળીની શોધ પહેલાં માનવીને રાત ભયાનક લાગતી; સુર્યોદય સારો લાગતો. માટે માણસે પુર્વ દીશાને શુભ કલ્પી હશે. દક્ષીણમાં દ્રવીડો-અનાર્યો વસતા એટલે દક્ષીણ દીશા યમની-અશુભ કલ્પવામાં આવી.

શુભ-અશુભ ‘ઉર્જા’, કીરણો અને ‘વાયબ્રેશન્સ’ અંગેની વાસ્તુશાસ્ત્રીઓની વાતો પણ અવૈજ્ઞાનીક છે. માણસના ધનદોલત, કૌટુંબીક કે સ્વાસ્થ્ય જેવા પ્રશ્નોમાં ‘ઉર્જા’ શું કરે ? આરોગ્ય માટે ખાસ હાનીકર કે લાભકારક એવાં કોઈ કીરણો કે ઉર્જા હજી શોધ્યાં જ નથી. અલ્ટ્રાવાયોલેટ જેવાં કીરણો પૃથ્વી સુધી પહોંચતા નથી અને ચુંબકીય ઉર્જા સાથે તો પ્રાણીદેહનું અનુકુલન સધાયેલું જ છે. ‘ગુઢ ઉર્જા’ની વાસ્તુશાસ્ત્રની કલ્પના સાવ બોગસ છે. વીજ્ઞાને પૃથ્વી સાથે સમ્બન્ધ ધરાવતી તમામ ઉર્જાઓ શોધી કાઢી છે. ઉપરાંત વીજ્ઞાને અવકાશ પણ ફંફોસ્યું છે; ક્યાંય કોઈ ગુઢ ઉર્જાઓ વૈજ્ઞાનીકોને દેખાઈ નથી, એ વાસ્તુશાસ્ત્રીઓને કેવી રીતે દેખાઈ ?

માણસના સારા-ખરાબની વ્યાખ્યા સાથે કુદરત (પ્રકૃતી)ને કશી લેવાદેવા જ કેવી રીતે હોય ? સંડાસ ખરાબ અને પુજાનો ઓરડો સારો એ બધું તો માણસની લાગણી, ગમા-અણગમાનું જ વીભાગીકરણ છે. ઉર્જા જેવી કુદરતી શક્તી શું સંડાસ પર થઈને આવે, એટલે અશુભ થઈ જાય ? અને આજકાલ તો સારા ઘરનાં સંડાસ પુજાના ઓરડા જેટલાં જ ચોખ્ખાં હોઈ શકે છે !

દરવાજો ફક્ત આવ–જાનો માર્ગ છે, એની ઘરના સભ્યો પર શુભ-અશુભ અસરો કેવી રીતે થાય ? અને સુર્યકીરણો ફક્ત દરવાજામાંથી જ ઘરમાં પ્રવેશે એવું કોણે કહ્યું ? હવે તો મકાનની ચારે દીશાએ કાચની બારીઓ હોય છે, ત્યારે મુખ્ય દરવાજાની વીશેષતા જ ક્યાં રહી ?

વાસ્તુશાસ્ત્રનો મુળ આધાર દીશાઓ ઉપરાંત ગ્રહો પર પણ છે. વાસ્તવમાં ગ્રહોની કોઈ અસર માણસજાત પર પડતી જ નથી, એમ વીજ્ઞાને સીદ્ધ કર્યુ છે. માત્ર ભારતના જ નહીં; પરન્તુ વીશ્વના અગ્રગણ્ય ખગોળશાસ્ત્રીઓમાં જેમની ગણના થાય છે, એવા નહેરુ પ્લેનેટોરીયમના ડીરેક્ટર ડૉ. જે. જે. રાવલે લખ્યું છે: ‘જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર કે ફેંગશુઈ એ કોઈ વીજ્ઞાન નથી, પણ સમાજને ગેરમાર્ગે દોરતા લુંટારાઓએ ઉપજાવી કાઢેલું ફરેબી વીજ્ઞાન (સ્યુડો-સાયન્સ) છે.’ જે પ્રજાને ‘વીજ્ઞાન’ કરતાં ‘વાસ્તુ’માં વધારે શ્રદ્ધા હોય એ પ્રજાને પીડાવાનો હક છે ! ‘ખગોળશાસ્ત્રી’ કરતાં ‘વાસ્તુશાસ્ત્રી’ પર વધારે શ્રદ્ધા એટલે જ ‘અંધશ્રદ્ધા’ !

વાસ્તુશાસ્ત્રના કહ્યા મુજબ, પતી-પત્નીને સંતાનપ્રાપ્તી ન થતી હોય તો તેનું કારણ ઘરમાં બેડરુમ અયોગ્ય દીશામાં હોઈ શકે અથવા શયનખંડમાં દંપતી અયોગ્ય દીશામાં માથું અને પગ રાખીને સુતાં હોઈ શકે ! છે ને તંદુરસ્ત ડૉક્ટરને પણ ચક્કર આવી જાય એવી વાત ?

મુંબઈના અમારા વીદ્વાન મીત્ર શ્રી લક્ષ્મીદાસભાઈ ખટાઉએ સુંદર પુસ્તક લખ્યું છે, ‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર ?’ તેઓ લખે છે: ‘પતી-પત્ની કઈ દીશામાં માથું રાખીને શયન કરે છે, તેને ગર્ભધારણ સાથે સમ્બન્ધ હોય તો એ જગતની અદ્ ભુત શોધ ગણાય ! વીશ્વમાં વસ્તીનીયંત્રણ માટે વાપરવા પડતાં નીરોધ, પીલ્સ કે ઑપરેશનોના ખર્ચા જ બંધ થઈ જાય ! આ શોધ સાચી નીકળે તો વાસ્તુશાસ્ત્રીને નોબલ પ્રાઈઝ આપવું જોઈએ !’ વાસ્તુશાસ્ત્રીઓ આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ !

વાસ્તુશાસ્ત્રની કેટલીક માન્યતાઓ સ્વીકારવા માટે આપણે મગજને ગીરવે મુકવું પડે એમ છે:

– બેડરુમ અગ્નીખુણે હોય તો પતી-પત્ની વચ્ચે ઝગડા થાય !

– ઘરનું પ્રવેશદ્વાર પશ્વીમ-નૈર્ઋત્ય હોય તો મનની શાંતી ન મળે ! અકસ્માતનો સંભવ !

– સામુદાયીક કુવો ઘરથી પશ્વીમ દીશાએ હોય તો દોષ, તે ઈશાન કે ઉત્તરમાં જ હોવો જોઈએ ! (આમ હોય તો કુવાની એક જ બાજુએ વસાહત વીકસે !)

– તમારા ઘરના દરવાજા પર તમારા નામની તકતી નહી હોય તો ‘ઉર્જા’ તમારા ઘરમાં પ્રવેશ નહી કરે ! (ગામડાઓમાં તો કોઈના ઘર બહાર તક્તી નથી હોતી. શું ગામડામાં કોઈ સુખી જ નથી ?)

– એક નીષ્ણાત વાસ્તુશાસ્ત્રીએ નોંધ્યું છે કે, ‘ભારતનું સંસદભવન વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ બંધાયું નથી એટલે દેશમાં વારંવાર આટલી બધી વીકટ સમસ્યાઓ સર્જાય છે ! (છે ને ગાંધીબાપુના હાથમાંથી પણ લાકડી હેઠી પડી જાય એવી વાત !)

– ઘરની મધ્યમાં કુવો બાંધવામાં આવે, તો તે ઘરની તમામ સંપત્તીનો વીનાશ થાય છે ! (પણ કુવો તેલનો હોય તો ? !)

– તમારા ઘરમાં ચોક્કસ જગ્યાએ માછલીઘર હોય તો એ વધારે શુભ ગણાય. માછલીઘર પોસાય તેમ ન હોય તો પાણીમાં તરતી માછલીનું ચીત્ર ભીંત પર ટીંગાડવાથી પણ ચાલે ! (આ તો સંતાનો ન હોય તો બાળકોના ફોટાથી ચલાવી લેવા જેવી વાત થઈને !)

મીત્રો, આવા અસંખ્ય નોન્સેન્સ નીયમોથી સમૃદ્ધ છે- વાસ્તુશાસ્ત્ર ! તમે તમારી કોઈ પણ સમસ્યા માટે જ્યોતીષીને મળશો એટલે તમારા ગ્રહોની નડતર કાઢશે; કોઈ તાંત્રીકને મળશો તો મેલી વીદ્યાનું નડતર કાઢશે અને કોઈ વાસ્તુશાસ્ત્રીને મળશો તો મકાન કે તેની અંદરની ચીજ-વસ્તુઓના સ્થાનનું નડતર કાઢશે ! વાસ્તુશાસ્ત્રીની બુદ્ધીમત્તા એટલી તો પ્રગાઢ કે રેલ, અકસ્માત, વીમાન દુર્ઘટના કે સ્પેસશટલ તુટે ત્યારે પણ વાસ્તુની ખામી પકડી પાડે !

વાસ્તુશાસ્ત્રી માત્ર સમસ્યાઓનું કારણ જ ન પકડે; સચોટ ઉપાય પણ બતાવે ! વાસ્તુદોષ નીવારવા માટે પીરામીડ, લાફીંગ બુદ્ધ, ક્રીસ્ટલ અને સ્વસ્તીક જેવાં સાધનો વેચે ! આ સાધનો ઘરમાં ઘટતી ‘ગુઢ ઉર્જા’ પેદા કરે અને માણસની મુશ્કેલીઓ ટાળે !

હમણાં હમણાં હીરાઉદ્યોગમાં વેપારીઓનાં ‘ઉઠમણાં’ વધી રહ્યાં છે. નથી લાગતું કે, વેપારીઓએ ‘ઉઠતાં’ પહેલાં વાસ્તુશાસ્ત્રીને મળી તીજોરી યોગ્ય ખુણામાં જ મુકાવી દેવી જોઈએ કે જેથી, ધનલાભ થવા માંડે અને ઉઠમણાં ટળે ! મીત્રો, વાસ્તુશાસ્ત્રની મદદથી આપણી સંપત્તીમાં વધારો થતો હોત તો આજે દુનીયાનો સૌથી વધુ ધનવાન માણસ બીલ ગેટ્સ નહી; કોઈ વાસ્તુશાસ્ત્રી જ હોત ! બીલ ગેટ્સ પાસે 500 કરોડ રુપીયાનું રહેવાનું મકાન છે ! છે કોઈ વાસ્તુશાસ્ત્રી પાસે પાંચ કરોડનું પણ ? માણસની સમૃદ્ધીનો આધાર તેની તીજોરી કઈ દીશામાં છે તેના પર નહી; તેનો ધંધો કઈ ‘દશા’માં છે, તેના પર નીર્ભર હોય છે !

અમુક દીશામાં મોઢું રાખીને બેસવાથી સુખ-સંપત્તી વધી જાય, ચીંતામુક્ત થઈ જવાય કે રોગમુક્ત થઈ જવાય એવા ગપગોળા સાચા લાગવા માંડે ત્યારે સમજવું, આદીમાનવ પણ આપણા જેટલો જ બુદ્ધીવાન હતો ! પાણીનું માટલું, ચુલો કે મકાનનો દરવાજો કઈ દીશામાં છે, એની સાથે માણસનાં સુખ-શાંતી, સમૃદ્ધી અને આરોગ્યને શો સમ્બન્ધ હોઈ શકે, એ તો વાસ્તુશસ્ત્રી જ જાણે ! ઘરમાં સંડાસ કઈ દીશામાં છે અને આપણે કઈ દીશામાં મોઢું રાખીને બેસીએ છીએ એની સાથે માણસના આરોગ્યને કોઈ સમ્બન્ધ હોઈ શકે ખરો ? કબજીયાત થાય ત્યારે કોઈ ડૉક્ટરે કદી કોઈ દરદીને પુછ્યું છે ખરું કે તમે કયા મોઢે (સંડાસમાં) બેસો છો ?

ધરતીકંપ, પુર, હોનારત કે વાવાઝોડાં જેવી કુદરતી આફતો વાસ્તુશાસ્ત્રીઓના પોતાના ઘરને પણ છોડતી નથી. પુર આવે ત્યારે નીચાણવાળા તમામ વીસ્તારમાં એક સરખું પાણી ભરાય એ પ્રકૃતીનો નીયમ છે. વાસ્તુશાસ્ત્રીના ઘરના દરવાજા બહાર નેઈમ પ્લેટ વાંચીને પાણી દરવાજે અટકી જાય ખરું ? પ્રકૃતીને આવા અપવાદમાં રસ નથી હોતો.

વાસ્તુશાસ્ત્રથી થતા ફાયદાઓ એ માત્ર કાલ્પનીક વાર્તા છે; કહેવાતા અનુભવો એ માત્ર ભ્રમણા છે અને થતા ફાયદાની સાંભળેલી વાતો એ માત્ર ધંધાની જાહેરાત માટેની માયાજાળ જેવું ષડ્યંત્ર છે ! બે સત્ય અને મુળભુત નક્કર વાસ્તવીકતાઓ નોંધી રાખવા જેવી છે:

(1) આપણું ભાવી પહેલેથી જ નીર્ધારીત થયેલું હોતું નથી. આપણા સાચી દીશાના પુરુષાર્થ પર આપણું ભાવી નીર્ભર છે.

(2) કોઈ જ્યોતીષશાસ્ત્રી કે વાસ્તુશાસ્ત્રી વીધી કે મંત્ર-તંત્ર દ્વારા આપણને સુખ, સમૃદ્ધી કે આરોગ્ય પ્રદાન કરી શકે જ નહી.

માણસ પોતાની મુશ્કેલીમાં ગ્રહદોષ કે વાસ્તુદોષ શોધવાને બદલે ‘સ્વદોષ’ શોધતો થાય તો તેને મુશ્કેલીનો ઉપાય ઝટ મળે. સત્ય અને જ્ઞાન એવાં તત્ત્વબીજો છે જે આજે નહીં તો આવતીકાલે, દાયકાઓ-સદીઓ પછી પણ સ્વીકાર્યા વગર કોઈનો છુટકો નથી. આપણા બંધારણમાં પ્રજાજનોએ ‘વૈજ્ઞાનીક અભીગમ કેળવવો’ એવી ભલામણ કરવામાં આવી છે. માણસની ‘વીચારયાત્રા’ની દીશા, ‘વીજ્ઞાનયાત્રા’થી વીરુદ્ધની દીશામાં ફંટાય ત્યારે સર્જાય છે.. ‘વીનાશયાત્રા’ !

પ્રસાદ

‘‘જીવનશાસ્ત્રમાં નીપુણ હોય એવા માણસો વાસ્તુશાસ્ત્ર વીના

પણ પોતાના ઘરમાં સુખનો ટાપુ સર્જી શકે છે. માણસની

બુદ્ધીનાં બારણાં ખુલ્લાં હોય તો ઘરના બારણાં ગમે તે દીશામાં

ખુલતાં હોય, કશો ફરક પડતો નથી !”
——————————————

– લેખક, વીચારક મીત્ર શ્રી દીનેશભાઈ પાંચાલના સૌજન્યથી સાભાર

લેખક–સંપર્ક –
શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા
સંપર્ક : 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006
મોબાઈલ : 98258 85900

લેખક પરીચય :

મુળ ભાવનગર જીલ્લાના પાંચટોબરા ગામના વતની, 1963માં જન્મેલા અને સુરતમાં ભણી વાણીજ્યના સ્નાતક થયેલા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, સુરતના હીરા ઉદ્યોગના એક અગ્રણી ઉદ્યોગપતી તો છે જ; પણ તેઓ સાહીત્યસેવી, વીચારક, એક કુશળ વક્તા અને પ્રસીદ્ધ નીબંધકાર પણ છે. સાવ ઓછું લખ્યું છે એમણે અને હવે તો વ્યાવસાયીક વ્યસ્તતાને પરીણામે લગભગ બંધ જ; પરંતુ જેટલું લખ્યું છે તે તેમને પ્રથમ કક્ષામાં સ્થાપીત કરવા માટે પુરતું છે. કલા–સર્જનમાં મુલ્ય તો ક્વૉન્ટીટી(જથ્થા)નું નહીં; પણ ક્વૉલીટી(ગુણવત્તા)નું જ લેખાય. એમની બીજી સીદ્ધી તે વળી તેઓની વક્તૃત્વપ્રતીભા. પંદર મીનીટ બોલવા મળી હોય તો ચૌદમી મીનીટે તો એમણે આસન ગ્રહણ કરી લીધું હોય. એટલી સુયોજીત એમની સજ્જતા ! કવીત્વનાં છાંટણાંથી આકર્ષક અને આનંદપ્રદ એવું એમનું પ્રવચન સાંભળવું એય મોટો લહાવો.

શ્રી અને સરસ્વતીનું આવું સહઅસ્તીત્વ આ હસ્તીમાં છે. સફળ, બાહોશ વેપારી–ઉદ્યોગપતી તો તેઓ છે જ; પરંતુ એ સૌથીય મોટી વાત તો એ કે તેઓ નમ્રતા અને સૌજન્યથી શોભતા, પ્રસન્ન વ્યક્તીત્વના માલીક એવા ‘માણસ’ છે. શ્રી વલ્લભભાઈ એટલે મીઠો મધ જેવો મધુરો ‘માણસ’–સાચો અને પુરો.. –પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ (બારડોલી) અને ઉત્તમ ગજ્જર (સુરત)

[Source: http://www.govindmaru.wordpress.com]

ભુતએ માણસના મગજમાથી ઉપજેલુ ”તુત” છે.

ભુતએ માણસના મગજમાથી ઉપજેલુ ”તુત” છે.

માનસિક બિમાર વ્યક્તીને જ ભુત દેખાય, એના માટે જે તે વ્યક્તીનો બાળપણમા થયેલો ઉછેર અને ઘડતર મુખ્ય જવાબદાર છે.

નાનપણમા જ્યારે બાળક રડતુ હોય તો એની માતા જો એને એમ કહીને સુવડાવે કે
-સુઈ જા બેટા બાકી ભુત આવશે, બાઘડો આવશે…
-તોફાન કરમા બાકી સામે મકાનમા ભુત થાઇ છે ત્યા તને મુકી આવીશ. મોટા મોટા દાંત છે એને, સફેદ કપડા મા હોય છે. આવુ તો ઘણુ બધુ.
-જો જીદ કરમા બાકી પેલી બોરડીના ઝાડ પાસે મુકતો આવીશ ત્યા ભુત છે.

આવા મા-બાપના ઘરે નમાલા બાળકો જ પેદા થાય, અને મોટા થઈને બિકણ, ફોસી ને ડરપોક બને, મે એવા ઘણા લોકો જોયા છે મારી વાત કરુ તો મોડાસા ખાતે એન્જીનીયરીંગ હોસ્ટલમા જ્યારે હુ રહેતો ત્યારે હોસ્ટલમા રાત્રે ઘણી વાર લાઈટ ચાલી જાય અને ઘણા વિધ્યાર્થીઓને બાથરુમ જાવુ હોય તો બાથરુમ ન જાય. એને ભુતની બીક લાગે. લાઈટ ન આવે ત્યા સુધી વાટ જોવે. કોલેજ મા ભણતો મેચ્યોર વિધ્યાર્થી જો આવો ડરપોક હોય તો બીજાની તો શુ વાત કરવી? ત્યા અમારી હોસ્ટલથી અડધા કીમી દુર સ્મશાન હતુ અને સ્મશાનમા સુંદર ગાર્ડન હતુ હુ મારા રેશનલ મિત્રો સાથે ઘણી વાર રાત્રે ત્યા જાતો અને આખી રાત ગાર્ડનમા બેસતો ઘણી વાર કોઇ તે દિવસે મૃત્યુ પામેલા વ્યક્તીની ચિતા પણ સળગતી હોય અને દેવતા પણ ચાલુ હોય પણ મને ક્યારેય ભુત દેખાણુ નથી.

હોસ્ટલમા બી બ્લોકમા ઉપર ત્રીજા માળે છેલ્લો સૌથી ખુણાનો જે રુમ હતો ત્યા ત્રણ વરસ પહેલા એક એન્જીનીયરીંગના વિધ્યાર્થીએ અભ્યાસના પ્રેશરથી આત્મહત્યા કરી હતી એ રુમ ત્રણ વર્ષથી બંધ હતો કારણ માત્ર એટલુ જે કે લોકોના કહેવા મુજબ ત્યા જાત ભાતના અવાજ આવતા હતા. મે રેક્ટર પાસે જઈ એ રુમ ખોલાવ્યો અને હુ અને એક મિત્ર રવિ એ રુમમા બીજા સાડા સાતસો વિધ્યાર્થીની બીક ભાંગવા ત્રણ વર્ષ રહ્યા. ક્યારેય કોઇ અવાજ ન આવ્યો કે કોઇ ભુત દેખાણુ.

આ પહેલાની વાત કરુ તો જુનાગઢ ખાતે આલ્ફા હાઇસ્કુલમા મે ૧૧, ૧૨ સાયન્સ પુર્ણ કર્યુ ત્યારે હુ ગાંધીગ્રામ વિસ્તારમા આવેલ દરજી જ્ઞાતીની બોર્ડીંગમા ૧ વરસ રહ્યો ત્યા એક વર્ષ પહેલા કવાડ દિનેશ નામનો આહિરનો છોકરો કે જે ઉનાનો હતો એમણે આત્મ હત્યા કરી હતી. એ રુમ ૧ વર્ષ બંધ રહ્યો હતો. કોઇ વ્યક્તી એ રુમમા રહેવા તૈયાર ન હતુ પણ હુ અને મારો એક મિત્ર સુનિલ ડોડીયા ત્યા ૬ મહિના રહ્યા. શુ આપણા ઘરમા કોઇ સભ્ય મૃત્યુ પામે તો આપણે એ રુમને તાળા મારી લઈએ છીએ? નહી ને? તો આવુ કેમ ?

દરેક ગામમા અને દરેક શહેરમા કોઇને કોઇ જગ્યા એવી રીતે બદનામ કરવામા આવી હોય છે કે આ અગોચર જગ્યા છે, અહીયા ભુત/પ્રેત/આત્મા/ચુડેલ/શેતાન વગેરે અવનવા નામો વાળા તત્વો થાય છે. અને વર્ષોથી આવતી પરંપરાને લીધે આ વાત માતા-પિતા દ્વારા એમના સંતાનોને મળે છે અને આવી અફવાનો ક્યારેય અંત આવતો નથી. નાનપણ મા હોરર શો, આહટ અને ભુતના ફિલ્મો જો બાળકને બતાવવામા આવે તો એ બાળકની વિકાસ પામતી બુધ્ધી પર ખુબ જ ઉંડી અસર કરે. અને મોટો થઈ ને એ બાળક ફોસી જ બને.

દરેક માતા-પિતાને વિનંતી કે પોતાના બાળકને નાનપણમા એમના માનસિક પટલ પર જે વસ્તુ અસર કરે એવા પ્રોગ્રામસ, વિડીયોગેમ્સ કે ખોટી વાહિયાત વાર્તા કદાપી કરશો નહી. ઘણા શિક્ષીત લોકો પણ આવી બધી વાતોમા માને છે એ શરમજનક બાબત છે.

સાળંગપુર જેવા મંદિરોમા ભુત ઉતારવાના નામે જે ધતીંગ ચાલે છે એ આપણી સંસ્કૃતી માટે કલંક સમાન છે. કોઇ સાળંગપુરનો બાપુ જો ભુત ઉતારી શકતો હોય તો એ બાપુ ભુત ચડાવી પણ શકતો જ હોય હુ ઓપન ચેલેન્જ કરુ છુ મારા શરીરમા કોઇનુ કાઢેલુ ભુત ચડાવી આપો જેટલા બાવા/તાંત્રીક/સાધુ/બાબા પાણીયારા હોય એ બધાયને ખુલ્લી ચેલેન્જ…!

ભુત એક માનસિક બિમારીને લીધે મગજમા રચાતુ કથીત પ્રતિબીંબ છે. Nothing Else.

તેમ છતા કોઇના ગામમા ક્યાય ભુત થાતુ હોય તો જણાવશો સમયની અને રજાની અનુકુળતા એ હુ જેટલા વાગે કહો એટલા વાગે એકલો ત્યા આટો મારતો આવીશ.

-પ્રતીક ઝોરા

વલ્લભીપુરના ખેતાટીંબીમા કોળી સમાજની નવમી કારોબારી મળી

ભાવનગર તા.૨૫,સપ્ટેમ્બર ૨૦૧૧

ભાવનગર જિલ્લા કોળી સેવા સમાજની દર મહીને અલગ-અલગ તાલુકામાં જિલ્લા કારોબારીની બેઠક મળી છે. જે અંતર્ગત તાજેતરમાં વલ્લભીપુર તાલુકાના ખેતાટીબી ગામે કોળી સેવા સમાજની જિલ્લા કારોબારી મળી હતી. જેમાં કારોબારી પ્રમુખ સ્થાને મનુભાઇ ચાવડા (સુરત) રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ કુંવરજીભાઇ બાવળીયાનું સન્માન કરીને સમગ્ર જિલ્લા તરફથી અને દરેક તાલુકામાંથી સ્મૃતિ ચિન્હો અર્પણ કરીને સન્માન કરેલ.

રેસ્ટ હાઉસથી ખેતાટીંબી ગામ સુધી સ્કુટર રેલી નીકળી

વલ્લભીપુરથી ખેતાટીંબી સુધી ૨૦૦ સ્કુટરો દ્વારા રેલીમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતીના આગેવાનો જિલ્લા ભરમાંથી જોડાયા હતા. આ પ્રસંગે સાંસદ કુંવરજીભાઇ બાવળીયા તથા મનુભાઇ ચાવડાએ શિક્ષણનું મહત્વ સમજાવેલ અને રાજકીય પ્રવૃત્તીનું મહત્વ સમજાવી જ્ઞાતિના વિકાસ માટે રાજકીય ક્ષેત્રે સમાજ એક્તા ઉપર ભાર મુકવા અનુરોધ કરેલ.આ કારોબારીમાં ઝવેરભાઇ ભાલીયા, ડો.ધીરૂભાઇ શીયાળ, કાન્તીભાઇ ચૌહાણ, પ્રવિણભાઇ વાળા, માવજીભાઇ શીયાળ, ભુપતભાઇ બારૈયા, વાલજીભાઇ જાદવ, ઘનશ્યામભાઇ મેર, જીતુભાઇ વાઘેલા અને પ્રવિણભાઇ રાઠોડ ઉપસ્થિત રહેલ.કાર્યક્રમનું સફળ સંચાલન સમાજના મહામંત્રી કાન્તીભાઇ ચૌહાણે કરેલ અને ખેતાટીંબી ગામના આગેવાન ધીરૂભાઇ લકુમ, નાનુભાઇ પરમાર જકશીભાઇ એ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(સૌન્જન્ય :http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=332954 )

કોળી સમાજના ભજનોત્સવમાં ૩૮ કૃતિઓ રજૂ કરાઈ

તારીખ: ૨૭ સપ્ટેમ્બર,૨૦૧૧

કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટના માધ્યમરૂપે બોરી ફિળયાના વજિલપોર સ્થિત કોળી સમાજના શિક્ષણપ્રેમી દાતા હીરુભાઈ વાલાભાઈ પટેલ પુરસ્કૃત સ્વ. વાલીબેનના સ્મરણાથેg કોળી સમાજનો યુવા ભજનોત્સવ યોજાયો હતો. ઉત્સવમાં ૬૩ જેટલા ગામો સહભાગી બની ૩૮ જેટલી ભજનોની કૃતિઓ રજુ કરવામાં આવી હતી.

સમાજસંગઠન સાથે સ્વ. વાલીબેનના પુણ્યાથેg આયોજિત લાગણીસભર કાર્યક્રમની શરૂઆત મછાડ તાડ ફિળયા મહિલા મંડળની પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ભારત સરકારના મેનેજર કન્સલ્ટન્ટ અને કેન્યા સરકારના પ્રોજેકટ કન્સલ્ટન્ટ ડો. રમણભાઈ પટેલે આ કાર્યક્રમને યુવા સંગઠનના કાર્યક્રમ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે કહ્યું કે આ કાર્યક્રમના દાતા હીરુભાઈ તરફથી દર વરસે ૫૦થી ૫૫ હજાર રૂપિયાના દાન મળે છે. જેનાથી યુવા પેઢી સંગિઠત બની છે. હાલ ૭૩ ગામમાં ૭૮ મહિલા મંડળો અને ૫૪ જેટલા યુવક મંડળોની રચના થઈ છે.

આ યુવા શક્તિ સમાજ વિકાસ જેવા રચનાત્મક માર્ગે વળશે તો સમગ્ર સમાજ પૃથ્વી પરનું સ્વર્ગ બનશે. સમાજને શિક્ષણ વિકાસ માટે અપાયેલા ૪૦ લાખનું દાન સરાહનીય છે. ટ્રસ્ટના ધીરુભાઈ દાંડીકરના હસ્તે હીરુભાઈનું સન્માન કરાર્યું હતું. હીરુભાઈએ કુટુંબના વિકાસમાં સ્વ. વાલીબેનની રચનાત્મક ભૂમિકા સમજાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.સમગ્ર ભજનોત્સવનું સંચાલન ગોપાળભાઈ ટંડેલ તથા ભજનિક પરભુભાઈ વાડાએ કર્યું હતું. આચાર્ય અરવિંદભાઈ પટેલ દ્વારા આભારવિધિ થઈ હતી.વજિેતાઓને દાતા પરિવારના અરૂણભાઈ, અશોકભાઈ અને અનિતાબેન દ્વારા Rs ૫૮ હજારના રોકડ પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતા.

વજિેતાઓને પુરસ્કાર અપાયા

કાંઠા વિભાગ-૧ અને અન્ય વિભાગ-૨માં વિભાજીત થયેલા ભજનોત્સવમાં રૂપાતળાવ મહિલા મંડળ આટ તથા વિભાગ-૨માં આઝાદ મહિલા મંડળ વેડછા પ્રથમ ક્રમે રહ્યા હતા. જ્યારે ગણેશ મહિલા મંડળ ત્રણ ફિળયા ઓંજલ તથા શિસ્ત મહિલા મંડળ મોટા ફિળયા અબ્રામા બીજા ક્રમે રહ્યા હતા. એજ રીતે મહિલા મંડળ માંદરીયા, ઘનશ્યામ મહિલા મંડળ સરપોર તથા ભવાની મહિલા મંડળ તાડ ફિળયા મછાડ અને ઠાકોર ફિળયા મહિલા મંડળ મોગાર તૃતીય-વ-આશ્ર્વાસન પુરસ્કારને પાત્ર બન્યા હતા.

(સૌન્જન્ય : http://www.divyabhaskar.co.in/article/DGUJ-1571765-2461977.html)